મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી) અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલો આરોપી રીયાજખાન ઉર્ફે મુત્રો મેહબુબખાન ફતેહાન (રહે. જામનગર, સુભાષ માર્કેટ, મોચી સાળ શેરી, ખાટકીવાડ)ને શોધી કાઢવામાં આવ્યો છે. હાલ તેની સામેની આગળની કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

