હળવદના સામાજિક કાર્યકર નયનભાઈ દેત્રોજા ના પૂજ્ય માતુશ્રી જયાબેન નું અવસાન થતાં દેહદાન થકી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.
હળવદ શહેરમાં આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા અને મૂળ સૂરવદર ગામના રહેવાસી જયાબેન ઠાકરશીભાઈ દેત્રોજાનું તારીખ :-06/02/2025ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થતાં મોરબી મેડિકલ કોલેજ માં દેહદાન કરવામાં આવ્યું હતું. જયાબેન જીવિત હતા ત્યારે તેઓ એ શુભ સંકલ્પ કર્યો હતો અને પરિવાર જનો ને કહ્યું હતું મારા મૃત્યુ પછી મારા પાર્થિવ દેહ ને મેડિકલ કોલેજ માં દેહદાન કરશો. તેથી તેમના પરિવાર જનોએ તેઓ જીવિત હતા ત્યારે જ દેહદાન નો સંકલ્પ કરી દેહદાન માટે સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજ માં સુપ્રત કર્યું હતું. ત્યારે ગતરોજ તેઓનું નિધન થતાં પરિવારના મોભી ઠાકરશીભાઈ અને સુપુત્ર નયનભાઈ દેત્રોજા (પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય) એ મોરબી મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને દેહદાન કર્યું હતું.
ત્યારે હળવદ વિસ્તારમાં દેહદાનની આ સેવા થકી અનેક લોકોને પ્રેરણા મળસે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મેડિકલ કોલેજ બન્યા પછી હળવદ તાલુકાનું આ પ્રથમ દેહદાન મેડિકલ કોલેજમાં થયેલ છે પાર્થિવ દેહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે દેત્રોજા પરિવારે આ ઉમદા કાર્ય કર્યું જેનાથી અન્યો પ્રેરાસે અને હળવદ વાસીઓ પણ આ ઉમદા કાર્યની સરાહના કરી રહ્યા છે.

