વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર શખ્સ વાંકાનેરના અમરસર ફાટક નજીક હોય તેવી ચોક્કસ મળેલ બાતમી આધારે પોલીસે તે જગ્યાએથી ઇસમ શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ ઉ.વ.25 રહે. નાગોરીવાસ મસ્જીદની સામે ચન્દ્રોડા ગામ તા.બેચરાજી જી.મહેસાણાવાળો મળી આવતા ચેક કરી ખરાઇ કરતા તેમની પાસેથી 2 મોબાઇલ તથા રોકડા રૂ.- 10,200 મળી આવેલ હોય જે વાંકાનેર ખાતેની ચોરીમાં ભાગબટાઇના મળી આવેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ પુછપરછ દરમ્યાન સહ આરોપી વસીમ ઉર્ફે લધો સલીમભાઈ પઠાણનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.