વાંકાનેર નેશનલ હાઇવે પર GJ-36-V-2233 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક જાહેર નેશનલ હાઇવે ઉપર કોઇ આગળ પાછળ આડશો કે લાઇટ કે સાઇટ સીગ્નલ ચાલુ નહી રાખી પોતાનુ વાહન જાહેર રોડ પર અડચણરૂપ થાય તે રીતે રાખ્યું હતું. ફરીયાદીના દીકરા મયુરભાઇ રમેશભાઇ પરબતાણી GJ-12-BK-8195નું નંબરનું બાઈક લઇને નીકળતા આ ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરીના દીકરા મયુરભાઇ તથા તેની દીકરી પ્રીતી ઉ.વ.05 વાળીને માથાના ભાગે ગભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમજ મરણજનાર મયુરભાઇની પત્ની ભાવનાબેનને માથાના ભાગે નાની મોટી ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.