વાંકાનેર તાલુકા પોલીસે કોટડાનાયાણી ગામની સીમમાં આવેલી વાડીમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચ શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને વાહનો મળીને કુલ ₹9.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર પોલીસને મળેલી બાતમીના આધારે પરાક્રમસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે સ્થળેથી પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ફેજલભાઈ આરીફભાઈ ગલેરીયા, ડાડામીયા મહોમંદમીયા પીરજાદા અને નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક નામના શખ્સોને પોલીસે પકડી લીધા હતા.

જયારે દરોડા દરમિયાન વિપુલભાઈ ઉર્ફે જાંબુ, જાવેદ મેમણ, ભટ્ટભાઈ ઉર્ફે કાકા અને બે અજાણ્યા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.- 6,810ની રોકડ રકમ ઉપરાંત રૂ.- 9.65 લાખની કિંમતના પાંચ વાહનો (એક સ્કૂટર, બે બાઇક અને બે કાર) જપ્ત કર્યા છે. સ્થળ પરથી જુગાર રમવા માટે વપરાતા વિવિધ રંગના પ્લાસ્ટિક ટોકન પણ મળી આવ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.