વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જામસર, મક્તાનપર, આણંદપર, પાડાધરા અને લુણસર રોડ સહિતના વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ટીમો દ્વારા કોમ્બિંગ દરમિયાન 2 પ્રોહીબીશનના કેસ, 1 જી.પી. એક્ટનો કેસ, 1 એમ.વી.એક્ટનો કેસ, 1 બી.એન.એસ. કલમ-223 અંતર્ગત કેસ, 9 તાડપત્રીને લગતી એન.સી. કેસ અને 2 બ્લેક ફિલ્મ એન.સી. કેસ, 5 લાયસન્સ એન.સી., 6 ત્રણ સવારી એન.સી., એમ.વી. એક્ટ 207 મુજબ સહિતના નિયમ ભંગ કરનાર પાસેથી કુલ રૂ.- 11,600નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
