મૂળ વાંકાનેરના મહિકા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા ઇમુદીનભાઇ હબીબભાઇ બાદી નામના યુવાને આરોપી સીદીકભાઇ હબીબભાઇ બાદી અને ઉવેશભાઇ હબીબભાઇ બાદી રહે.બન્ને મહિકા ગામ તા.વાકાનેર જી.મોરબીવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,
ઇમુદીનભાઇના પિતા નામે મહિકા ગામે જમીન આવેલ હતી. જે જમીન વેચાણ કરેલ હોય જેથી તેના દસ્તાવેજ સારુ આજ રોજ સુરતથી ફરી. તથા તેના પિતા આવેલ હોય જેથી જમીન વેચાણ બાબતે આરોપીઓને સારુ નહિ લાગતા ફરી. તથા સાહેદો મહિકાથી કાનપર તરફ જતા હતા. ત્યારે રસ્તામા બને આરોપીઓએ ફરીયાદીની GJ-03-MR-2492 નંબરની અલ્ટો કારને આંતરી લોખંડના પાઈપ વડે કારનો કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. તેમજ આરોપીઓએ ઇમુદીનભાઇને, હબીબભાઇને તેમજ ફરી.ના મિત્ર સાહેદ મહેબુબભાઇને પાઈપ વડે માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ઇમુદીનભાઇની ફરિયાદ આધારે પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.