તાજેતરમાં જ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી બાળકોમાં ભગવદ્ ગીતા અંગે ની સમાજ કેળવાય તેમજ પોતાના જીવનના કોઈપણ પ્રશ્નના સમાધાન માટે સૌથી પહેલા ભગવદ્ ગીતાનો સહારો લઈને આગળ વધે તેવા આશયથી એક વધારાના પાઠ્ય પુસ્તક તરીકે ઉમેરવામાં આવ્યું છે. સરકાર પણ જ્યારે જાગૃત થઈને આપણાં મહાન ગ્રંથ ભગવદ્ ગીતા ના મહત્વ અને પ્રચાર પ્રસાર માટે આવા પ્રયત્નો કરતી હોય ત્યારે એક હિન્દુ તરીકે આપણી પણ ફરજ બને કે આપણા પરિવારમાં આપણે સૌ ભગવદ્ ગીતા પૂજામાં રાખીએ અને તેના વિચારો પરિવારમાં સૌને આપીએ.
આપણે સૌએ ગર્વ લેવો જોઈએ કે સમગ્ર વિશ્વનો સૌથી મહાન ગ્રંથ આપણાં સનાતન હિન્દુ ધર્મનો છે.આજ હેતુ ને ધ્યાન માં રાખીને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળા માં ભગવદ્ ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું. તેમજ ગીતાબેન સંચલા દ્વારા મહાભારત ના પાત્રોના નામ ઉપરથી કક્કા નું ગાન કરાવવામાં આવ્યું. જેથી બાળકો આપણા આ મહાન ગ્રંથ ને જાણે,સમજે અને આપણા ધાર્મિક મૂલ્યો થી અવગત બને.