HomeGujaratટંકારાના લજાઈ ખાતે ગાયોના લાભાર્થે ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન...

ટંકારાના લજાઈ ખાતે ગાયોના લાભાર્થે ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું

ટંકારાના લજાઈ ગામે નિરાધાર અંધ-અપંગ ગાયોના લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંના ગ્રામજનોએ વર્ષ ઈ.સ. 1967ના રોજ અમારી ગાય કદી કતલખાને નહિ જાયનો સંકલ્પ કરી ગામમાં ગૌશાળા બનાવી ગાયોના નિભાવ માટે દર નવરાત્રીમાં પ્રાચીન નાટકો ભજવવાની પરંપરા ચાલી આવે છે. આ પરંપરા મુજબ લજાઈ ગામે નવરાત્રી દરમિયાન તા. 5/10 ના રોજ રાત્રીના 10 વાગ્યે પૂ. સોહમદત બાપુએ લખેલું કૃષ્ણ વસ્ટ્રી યાને દાનેશ્વરી કર્ણ નામનું નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ નાટકમાં એકત્ર થનાર ફાળો ગૌસેવામાં વપરાશે. આ નાટક નિહાળવા માટે ગ્રામજનોએ ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW