HomeGujaratહળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. 32,460ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. 32,460ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જૂના માર્ગ પર અજીતભાઈ ચૌહાણની વાડી પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પર દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ, દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા, અંબારામભાઈ ગોરધનભાઇ સોનગ્રા, દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા, રઘુવીરસિંહ ખોડુભા ઝાલા અને જગદીશભાઈ મુગટલાલ રાવલ સહિત કુલ સાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 32,460 સહિત જુગારના સાધનો કબજે કર્યા હતા. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW