HomeGujaratટંકારાના ઓટાળા નજીક ખાડાના પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

ટંકારાના ઓટાળા નજીક ખાડાના પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામની હદમાં, નેસડા તરફ જતાં કાચા માર્ગ પર આવેલા બાર નાળાની નજીક પાણીથી ભરાયેલ એક ઊંડો ખાડો આવેલો હતો. આ ખાડામાં નેસડા (સુરજ) ગામના રહેવાસી ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુંદ્રા (ઉંમર 45 વર્ષ) કોઈ અજાણ્યા કારણોસર પડી જતા ડૂબી ગયા હતા.

પાણીમાં ડૂબી જવાથી શ્વાસ રૂંધાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાના કારણોની વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW