HomeGujaratમોરબીમાં એસએમસીના બે સ્થળે દરોડા, દારૂનો 1.6 લાખનો મુદામાલ જપ્ત

મોરબીમાં એસએમસીના બે સ્થળે દરોડા, દારૂનો 1.6 લાખનો મુદામાલ જપ્ત

મોરબીમાં બાતમીના આધારે ગઈકાલે એસએમસીની ટીમ દ્વારા બે સ્થળે રેડ મારતા કુલ રૂ.-1,68,450નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન દારૂના જથ્થા સાથે કુલ 12 શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે 8 શખ્સને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રથમ મોરબી-જેતપર હાઇવે પર શાપર ગામની સીમમાં રેડ મારતા ત્યાં દેશી દારૂના જથ્થા સાથે આરોપી સુનિલસિંગ બ્રિજેશસિંગ ઠાકુર અને સીરાજ ફારૂકભાઈ ભટ્ટીને ઝડપી લઈ દારૂ લેવા આવેલા આરોપી વિજય સિંગરઇ દોન્ગો,જીતેન્દ્ર ધર્મેન્દ્ર દોન્ગો, રમઈ દુગા દોન્ગો, જયદેવગોપ બિપિનગોપ, શૈલેશસિંગ પતરાસિંગ કુતીયા અને મનોહર સુશીલ બોદરાને ઝડપી લીધા હતા. તેમજ ઘટના સ્થળેથી 220 લીટર દેશી દારૂ, 8930 રૂપિયા રોકડા, બે બાઈક તેમજ બે મોબાઈલ, પ્લાસ્ટિકના બે મોટા ટબ, ગ્લાસ અને દેશી દારૂ ભરવાની કોથળીના પેકેટ મળી કુલ રૂ. 1,23,230નો મુદ્દામાલ મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ આરોપીની પુછતાછ કરતા જણાવ્યું હતું કે, આરોપી તૈયબ ફારૂકભાઈ માણેક, નટો, સિકંદર તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનારના નામ ખુલ્યા હતા. આ બનાવ અંગે તમામ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાદમાં મોરબીના રંગપર ગામે રેડ મારતા દેશી દારૂનો અડ્ડો ઝડપી લઈ 16 લીટર દારૂ, રોકડા રૂ.- 7020, એક મોટર સાયકલ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 45,220નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂનું વેચાણ કરતા જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા, નાનુલાલ બાબુલાલ ગિરવાલ નામના બે શખ્સને પકડી પાડી બાદમાં દારૂ પીવા આવેલ આરોપી મનસુર હુસેનભાઈ હિંગરોજા, સુશેલ અભેલભાઈ નંદને પણ પકડી લીધા હતા. એસએમસી ટીમે દારૂ વેંચતા પકડી લીધેલા બન્ને શખ્સોએ દેશી દારૂનો આ ધંધો આરોપી મનસુખ ઉર્ફે મછો રમેશ કોળી અને મનોજ કોળી કરતા હોવાની કબૂલાત આપતા એસએમસી ટીમે તમામ આરોપીઓ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર તેમજ તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનાની નોધણી કરાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW