HomeGujaratમોરબીમાં કારમાં આગ લાગતા સિરામિક ઉદ્યોગપતિનું મોત

મોરબીમાં કારમાં આગ લાગતા સિરામિક ઉદ્યોગપતિનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આજે બપોરના સમયે એક યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર ગાડીની અંદર આગ લાગી ગઈ હતી આગ લાગવાની ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બનાવની નોંધ કરી આગળની કાર્ય યાદ કરી હતી .

જાણવા માટે વિગતો પ્રમાણે મોરબીમાં રહેતા અને એક્સપોર્ટ સીરામીક નામનું કારખાનું ધરાવતા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી કીયાની ગાડી નંબર 36 એસી 4971 લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ પર પસાર થઈ રહ્યા તે દરમિયાન બપોરના સમયે કોઈ કારણોસર કારમાં આગ લાગી ગઈ હતી અને કારનો દરવાજો લોક થઈ જતા અજયભાઈ ગોપાણી કારમાંથી બહાર નહીં નીકળી શકતા તેને કારમાં જ જીવતાં ભુજાઈ ગયાં હતાં જ્યારે બનાવની અંગે મોરબીની ફાયરની ટીમને જાણ કરાતા આગને કાબુ મેળવાયો હતો ત્યારે આ ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રાબેતા મુજબની કામગીરી હાથ ધરી હતી.વધુમા મોરબી નગરપાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાડીમાં આગ લાગવાથી એક યુવાન જીવતું ભડથુ થયું છે અને ગાડીમાંથી બોડી બહાર કાઢીને આગળની કામગીરી હાથ ધરી હતી તો સાથે ગાડીની તલાસી લેતા તેમાં એક થેલો મળી આવતા રોકડા રૂપિયા પાંચ લાખ, આઠ મોબાઇલ, એક ઘડિયાળ તેમજ એક પિસ્તોલ મળી આવી છે અને જેથી કરીને વધુ તપાસ મોરબી એ ડિવિઝન દ્વારા કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW