HomeGujaratટંકારા અને વાંકાનેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મોટા જડેશ્વર પાસે નગરપાલિકા દ્વારા...

ટંકારા અને વાંકાનેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મોટા જડેશ્વર પાસે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ

વાંકાનેર શહેરી વિસ્તારમાં જ્યાં ગણેશ ભગવાનના પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવી છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે, તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા સામે ભરાતા મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેમાં ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે. જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાણ શહેરી જનોએ લેવા વાંકાનેર નગરપાલિકા મુખ્ય અધિકારી ગીરીશકુમાર આર. સરૈયાની યાદીમાં જણાવાયું છે.

તેમજ ટંકારા શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા શિતળા માતાની ધાર, કોઠારીયા રોડ પર કરવામાં આવી છે. આ જગ્યાએ ટંકારા શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ નગરપાલિકા કચેરી ખાતે રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ શહેરીજનોએ લેવા ટંકારા નગરપાલિકા મુખ્ય અધિકારી ગીરીશકુમાર સરૈયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW