HomeGujaratગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરાયો

ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરાયો

ગાંધીનગર:

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં યોજાનારી “ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬” ના સત્તાવાર કાર્યક્રમમાં સરકારે આંશિક ફેરફાર કર્યો છે.

મહેસૂલ વિભાગના અગાઉના તા.૦૨/૦૪/૨૦૨૬ ના પરિપત્ર અનુસાર આ પરીક્ષા તા.૨૫/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી યોજાવાની હતી. પરંતુ, સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૬ ના નવા જાહેરનામા મુજબ, બકરી ઇદની જાહેર રજામાં બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ ૨૭ મે ના રોજ રહેનારી રજા હવે તા. ૨૮ મે ૨૦૨૬, ગુરૂવાર ના રોજ રાખવાનું નક્કી કરાતાં પરીક્ષાના શિડ્યુલમાં આ ફેરફાર કરવાની ફરજ પડી છે.

સુધારેલો નવો પરીક્ષા કાર્યક્રમ

બકરી ઈદની રજાના આ ફેરફારને પગલે મહેસૂલ વિભાગ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૬ ના રોજ નવો પરિપત્ર બહાર પાડીને સુધારેલો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ રહેશે:

તારીખ પ્રશ્નપત્રનં. સમય
૨૫/૦૫/૨૦૨૬ ૧૦:૩૦ થી ૧૧:૩૦કલાક -હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦થી ૧૩:૪૦ કલાક -વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૬/૦૫/૨૦૨૬ ૧૦:૩૦ થી ૧૧:૩૦કલાક -હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦થી ૧૩:૪૦ કલાક -વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૭/૦૫/૨૦૨૬ ૧૦:૩૦ થી ૧૧:૩૦કલાક -હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦થી ૧૩:૪૦ કલાક -વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૨૯/૦૫/૨૦૨૬ ૧૦:૩૦ થી ૧૧:૩૦કલાક -હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦થી ૧૩:૪૦ કલાક -વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

૩૦/૦૫/૨૦૨૬ ૧૦:૩૦ થી ૧૧:૩૦કલાક -હેતુલક્ષી (પુસ્તકો સિવાય)

૧૧:૪૦થી ૧૩:૪૦ કલાક -વર્ણનાત્મક (પુસ્તકો સાથે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW