HomeGujaratમાળીયાના ચોરીના ગુનામાં ફરાર આરોપી ભીમસરમાંથી ઝડપાયો

માળીયાના ચોરીના ગુનામાં ફરાર આરોપી ભીમસરમાંથી ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા, રહે. સરવડ તા. માળીયા (મીં.), હાલમાં મોરબીના મચ્છુ નદી કાંઠે આવેલા ભીમસર વિસ્તારમાં છુપાયો છે.

આ માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને સ્થળ પરથી ફરાર આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW