HomeGujaratહળવદના ગોલાસણમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: બે મહિલા સહિત...

હળવદના ગોલાસણમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: બે મહિલા સહિત 6 ઝડપાયા

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલાસણ ગામમાં રેઇડ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયાના રહેણાંક મકાન પર દરોડો પાડી જુગાર રમાતો હોવાનું ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બે મહિલાઓ અને ચાર પુરુષો સહિત કુલ છ આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા (રહે. ગોલાસણ, તા. હળવદ), મીનાબેન મનસુખભાઈ બોરાણીયા અને મનસુખભાઈ હિરાભાઈ બોરાણીયા (બન્ને રહે. બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર), સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા (રહે. ગોલાસણ, તા. હળવદ), તેમજ જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા અને દિપકભાઈ કેશાભાઈ વરાણીયા (બન્ને રહે. જુના ઇશનપુર, તા. હળવદ) નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 62,300 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW