ટંકારાના ઓટાળા ગામે રહેતા અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા એ ટંકારા ગામના સરપંચ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવાયું હતું કે, અગાઉ અલ્પેશભાઈના કુટુંબી નિકુલભાઇને અગાઉ રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા સાથે ઝગડો થયેલ હોય જેથી નીકુલભાઈએ તે રોહિતભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો, જે મામલે આરોપી આ રોહીત ફાંગલીયાના મિત્ર હોય જથી સારું નહિ લાગતા આરોપી સુરેશભાઇ નથુભાઇ પરમારે અલ્પેશભાઇ ગોરધનભાઇ ઘોડાસરાને કયું હતું કે, રોહિતવાળો કેસ પાછો ખેચી લેજે નહીતર એટ્રોસીટીના કેશમા ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અલ્પેશભાઈના મિત્ર પાર્થભાઈના ફોનમા પણ ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી મારવાની ધમકી આપી હતી. જે મામલે અલ્પેશભાઈની ફરિયાદ આધારે ટંકારા પોલીસે તે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

