HomeGujarat"એક પેડ માં કે નામ" અભિયાન અન્વયે મોરબી પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ...

“એક પેડ માં કે નામ” અભિયાન અન્વયે મોરબી પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હાલના સમયમાં ગ્લોબલ વોર્મીગ થતુ અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું “એક પેડ મા કે નામ” અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા. 23/08/2024 ના રોજ પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખને સાથે રાખી પેટ્રોલપંપ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસી પેટ્રોલીયમ મકનસર તથા તીરૂપતી પેટ્રોલીયમ જાંબુડીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ ડાભી તથા પેટ્રોલપંપ એસોસીએશનના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પેટ્રોલપંપની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીશુ અને વૃક્ષ વાવો મહા અભિયાનને આગળ વધારીશું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW