HomeGujaratવાંકનેર બાઉન્ડ્રી નજીક કારમાંથી રૂ. 1.20 લાખનો દેશી દારૂ ઝડપાયો

વાંકનેર બાઉન્ડ્રી નજીક કારમાંથી રૂ. 1.20 લાખનો દેશી દારૂ ઝડપાયો

વાંકનેર સિટી પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે પર જીઆઇડીસી જકાત નાકા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી બ્લુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર નંબર GJ-36-AP-9251ને પોલીસે અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.

કારની આગળ-પાછળની સીટો તેમજ ડેકીમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કુલ 24 કોથળા મળી આવ્યા હતા. કોથળાઓમાંથી કુલ 600 લીટર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ. 1.20 લાખ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કારચાલક હિમાંશુ જશવંતભાઈ સોલંકી (ઉંમર 20 વર્ષ, રહે. મોરબી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી દારૂ ઉપરાંત રૂ. 5,000નો ઓપ્પો મોબાઈલ ફોન અને અંદાજે રૂ. 5 લાખની બલેનો કાર મળી કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થા અંગે જરૂરી પાસ-પરમિટની માંગણી કરવામાં આવતા આરોપી તે રજૂ કરી શક્યો ન હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો કિશન કોળી (રહે. ચીરોડા, તા. ચોટીલા) પાસેથી મેળવીને મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (રહે. માળિયા વનાળિયા, મોરબી)ને પહોંચાડવાનો હતો. આ માહિતીના આધારે વાંકનેર સિટી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર તથા મંગાવનાર સહિતના ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW