HomeGujaratમોરબીના વનાળીયા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના વનાળીયા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયા તરફ જતા માર્ગ પર જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ પરથી છ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ પોલીસને મળી આવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વનાળીયા ગામની સીમમાં ખેવારીયા રોડ પર કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા, યુનુસભાઈ હાજીભાઈ સુમરા, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા અને હિતેશભાઈ હર્ષદભાઈ મહેતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.80,200 રોકડ રકમ તથા પાંચ મોબાઈલ ફોન, જેની કિંમત રૂ.20,500 મળી કુલ રૂ.1,00,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરમિયાન ઈશાભાઈ મુસાભાઈ સુમરા, રહે. વનાળીયા, તા. મોરબી સ્થળ પર હાજર ન મળતા તેને ફરાર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW