Monday, September 9, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાશે

મોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાશે

મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ પંચાસરનો નવો રસ્ત્તો બનતો હોઈ તેમા નડતરરૂપ લાઈન ફેરવવાની અને મેન્ટેનન્સની કામગીરીને લીધે PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 07:30 થી બપોરના 02:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કુલ તથા સદભાવના હોસ્પીટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW