(1)મોરબીના ખાટકીવાસ નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાટકીવાસ પાસે જુગાર રમતા હુશેનભાઈ ઇકબાભાઈ લાખા, મકબુલભાઈ હનીફભાઈ કાશમાણી અને દાઉદભાઈ કાદરભાઈ કાશમાણી ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 14,800 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2) મોરબીના મહારાણા સર્કલ પાસે વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના મહારાણા સર્કલ પાસે કડીયા બોડીંગ નજીક વિદેશી દારૂ સાથે બળદેવભાઇ વશરામભાઈ પરમારને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ-19 કુલ રૂ.- 11,500 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ સામે ગુનાની નોધ કરી છે.
(3)હળવદના રાયધ્રા ગામે આરોપીની વાડીમાંથી દારૂનો જથ્થો મળ્યો
હળવદના રાયધ્રા ગામની સીમમાં આરોપી સહદેવ ભારતભાઈ નંદેસરિયા શખ્સે પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે રેડ મારતા વાડીના શેઢે છુપાવી રાખેલ વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ચપલા નંગ- 190 કિંમત રૂ.- 19000 તથા ગ્રીન લેબલ દારૂની 7 બોટલ કિંમત રૂ.- 2450 સહિત કુલ 21,450નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી સહદેવ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી તેના વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)મોરબીના જેતપર ગામમાં આવેલ મચ્છુ ખત્રીવાળી શેરીમાથી બાઈક ચોરાયું
મોરબીના જેતપર ગામમાં આવેલ મચ્છુ ખત્રીવાળી શેરીમા રહેતા ચેતનભાઈ ધનજીભાઈ જાકાસણીયાએ ગત તા.-10/07/2024 ના બપોરના સમયે તેનું GJ-36-AB-4163 નંબરનું સ્પ્લેન્ડર બાઈક તેના ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલ હતું. તે સમયે કોઈ અજાણ્યા ચોર બાઈક ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ચેતનભાઈએ બાઈક ચોરી થવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

