Sunday, July 7, 2024
HomeGujaratટંકારાના નવયુગ ફીડરની અંતે રીપેરીંગ કામગીરી શરુ

ટંકારાના નવયુગ ફીડરની અંતે રીપેરીંગ કામગીરી શરુ

ટંકારાના નવયુગ ફીડર માં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ફોલ્ટ સર્જાતા ટંકારા તાલુકાના વિરપર (મચ્છુ) ગામે અવાર નવાર વીજળી ગુલ થઈ જતી હોવાથી ગ્રામજનોને ખૂબ પડતી રહેતી હતી. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા દ્વારા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ 29 જૂનના રોજ નવયુગ ફીડરમાં સર્જાતા ફોલ્ટને લઈને ડેપ્યુટી ઈજનેરને વિરપર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ફીડરમાં અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ફોલ્ટ સર્જાય છે. અને અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી હાલતો શરૂ કરવામાં આવી છે અને હાલ ચોમાસા દરમિયાન આ કામગીરીથી કેવો સંતોષ ગ્રામજનોને મળશે એ તો આવનારો સમય જ બતાવશે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW