HomeGujaratમોરબીના ભરતનગરમાંથી યુવકની લાશ મળવાની ઘટનામાં હત્યાનો ધડાકો

મોરબીના ભરતનગરમાંથી યુવકની લાશ મળવાની ઘટનામાં હત્યાનો ધડાકો

મોરબી નજીક આવેલા ભરતનગર ગામ નજીક બે દિવસ પહેલા એક અજાણ્યા યુવકની માથાનાં ભાગે ઈજા પહોંચેલ હાલતમાં લાશ મળી આવી હતી.જેનો પોલીસે કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જે તે સમયે પોલીસે એડી નોધ કરી હતી જેમાં ગામલોકોના જણાવ્યા મુજબ રાત્રીના સમયે ગામમાં આવી ચડયો હતો ગામ લોકોએ પીછો કરતા પડી ગયો હતો. અને મોતને ભેટ્યા હોવાનું જણાવ્યુ હતું જોકે પોલીસને આં નિવેદન શંકાસ્પદ જણાતા સાચું કારણ જાણવા મૃતદેહ ફોરેન્સિક લેબોરટરીમાં પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં તપાસ દરમિયાન માથાંના ભાગે બોથડ પદાર્થ ના ઘા મારી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બનાવમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW