વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્ય કેન્દ્રમાં ગયા મહિનામાં જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિએ ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અનીયમિત હોય અને જરૂરી રજીસ્ટ્રર નિભાવવામાં ન આવતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તમામ સ્ટાફને તાત્કાલિક સુધારો કરી રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી હતી જોકે સુચના આપવા છતાં કોઈ સુધારો ન થતા આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીને સુચના આપી ફરજમાં બેદરકારી દાખવવા માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેના આધારે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે એ મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.રિદ્ધિ મંગે, લેબ ટેકનીશિયન મલય ચાવડા,જૂનીયર ફાર્માંશિસ્ટ પ્રવીણ પટેલ,હિસાબનીશ પ્રવીણ પટેલ , સ્ટાફ નર્સ દક્ષાબેન મેર, મબીના બેન શેરશિયા,ઇન્દુ કુમારી ભગત,ઇન્ચા,MPHS એ પી પડાયા,ફીમેલ હેલ્થ વર્કર આઈ બી પડાયા વોર્ડ બોય સતીશ ટીલાવત વોર્ડ આયા પાયલબેન સોલંકી અને ડ્રાઈવર હેમુ વાળા સહીતના નો 3 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી ને સુચના કરી તેમની સર્વિસ બુકમાં પણ આ અંગેની નોધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

