મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સિરામિક કારખાનામાં ગત તા.-04/07/2024 ના રોજ વેલ્ડીંગ કરતા સમયે કિરીટભાઈ ભીમજીભાઈ સુવારીયા નામના યુવાનને વીજશોક લાગતા તેક સારવાર માટે મોરબી શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગઈકાલે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડો. જી. એલ. કાલરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

