માળિયા હળવદ હાઈવે પર માણાબા ગામના પાટીયાથી આગળ આરોપીએ પોતાની GJ-06-PK-5850 નંબરની આઈ ટેન કાર પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય એ રીતે ચલાવી ઓવર ટેક કરાવા જતા આગળ જતા કોઈ અજાણ્યા મોટા વાહન સાથે ગાડી ભટકાડી દેતા આગળની ખાલી સાઈડની સીટમા બેઠેલ ગુલામમહોમદ સમદાની ઈસ્માઈલ મીયા સૈયદ ઉં.વ.૩૦ નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. તેમજ આરોપી પોતાને પણ મોઢાના ભાગે સામાન્ય ઈજા થઇ હતી.આ બનાવ અંગે જીયાઉલમુસ્તુફા અયુબઅલી સૈયદ એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.