Thursday, May 16, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ટીંબડી ગામ બસ સ્ટેશન સામે ટ્રાફિક નિયમનો ભંગ કરતા બે શખ્સો પકડાયા

મોરબીના ટીંબડી ગામ બસ સ્ટેશન સામે રમેશભાઈ ગાંડુભાઈ પાંચિયા એ જીજે-36-વી-4108 નંબરની તેની ગાડી જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકોને મુશ્કેલી સર્જાય તે રીતે ઉભી રાખી હતી.આ મામલે મોરબી તાલુકા પોલીસે તેની સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બાબતે ગુનો દાખલ કરી તેની પાસેથી દંડ વસુલવામા આવ્યો હતો.

આ ઉપરાંત મોરબીના ટીંબડી ગામ બસ સ્ટેશન સામે નિરવભાઇ બસાવનભાઇ રાજભર એ તેનું GJ-12-BZ-5365 નંબરનું ટેન્કર જાહેર માર્ગ પર પુરઝડપે અને ગફલતભરી રીતે અન્ય રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે રોંગ સાઇડમાં ટેન્કર ચલાવી નીકળતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો.

(2)વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ધર્મેશભાઈ ઉર્ફે ધમો ચંપકલાલ ગુદારીયા ને વર્લી ફીચરનો જુગાર રમતો પોલીસે ઝડપી લીધો હતો.આ શખ્સ જાહેર જગ્યામાં નસીબ આધારિત વર્લી ફીચરનો જુગાર રમતો પકડાયો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-320 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તેની સામે જુગાર રમવા બાબતે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3)વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ, સેન્સો ચોકડી પાસે જુગાર રમતા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ જાદવજીભાઇ લીલાપરા અને રણછોડભાઇ વશરામભાઇ દેકેવાડીયા ને પોલીસે પકડી પાડ્યા હતા.આ બંને શખ્સો જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર નસીબ આધારીત જુગાર રમતા હતા.તે બને શખ્સો પાસેથી કુલ રૂ,-550 નો મુદામાલ જપ્ત કરી જુગાર રમવા અંગે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4)માળીયાના વર્ષામેડી ગામ પાસે દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

માળીયાના વર્ષામેડી ગામ જવાના રોડ પર શીવાભાઇ સુરજભાઇ પરસોંડા ને પોલીસે પકડી લીધો હતો.આ શખ્સ પાસેથી ગેરકાયદેસર દારૂ કુલ રૂ.-120 નો મુદામાલ માળીયા પોલીસે જપ્ત કરી તેની સામે ગુનાની નોધણી કરી હતી.

(5)વાંકાનેરના માટેલ રીચ સિરામિક પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના માટેલ રીચ સિરામિક પાસે દારૂ સાથે દિનેશ ઉર્ફે દિલો કાજુભાઇ જખાનીયા ને પોલીસને પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે દારૂ સાથેનો રૂ.200 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તેની શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6)મોરબીના ભડીયાદ પાસે આર્થીક ભીસ માં પડતા એક યુવક ગુમ

મોરબીના સુભાષનગર ભડીયાદ કાંટા પાસે રહેતા દિલીપભાઇ ઉર્ફે અનીલભાઇ અરજણભાઇ રાઠોડ એ છેલ્લા ઘણા સમયથી આર્થીક ભીસમાં હતા અને ગુમસુમ રહેતા હતા.દિલીપભાઇ ના પત્ની દિવ્યાબેન સાથે મનદુખ ચાલતુ હતું તેની પત્ની રીસામણે હોય અને તેને કોર્ટમાં ભરણપોષણ માટે તેની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયા જેટલી રકમ ની માંગણી કરી હતી.દિલીપભાઇ ના પિતાને પેરાલીસીસનો હુમલો આવી ગયો હતો અને દવાખાનાનો ખર્ચ ચાલુ હતો અને તેના ઘરની આર્થીક પરીસ્થીતી સારી ન હતી.આમ તે દિલીપભાઇ એ આર્થીક ભીસમાં પડી ગયા હતા.તે તા.03-02-2024 ના રોજ પોતાના ઘરે થી ગુમ થયા હતા.આ બનાવ અંગે દિલીપભાઇ ના ભાઈ જીતેન્દ્રભાઇ અરજણભાઇ રાઠોડ એ મોરબી સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW