HomeGujaratમોરબીના મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલાય તે પૂર્વે નદીના તટમાં રહેતા લોકોને...

મોરબીના મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલાય તે પૂર્વે નદીના તટમાં રહેતા લોકોને ખસેડવા સુચના આપી

મોરબી જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મચ્છુ ૨ ડેમના દરવાજાના રીપેરીંગ અને દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવાની હોય જેના કારણે ડેમ ખાલી કરવાની ફરજ પડી શકે છે અને તે કારણે આગામી રવિવાર ના રોજ ડેમ ખાલી કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ખાલી કરવાનો હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા નીચાણ વાળા વિસ્તારમાં નદીના પટમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવાની સુચના આપી છે અને આ સૂચનાને ભાગરૂપે આજે મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી આઈ કે એમ છાસિયા અને તેમની ટીમ દ્વારા મચ્છુ નદીના પટમાં રહેતા લોકોને વહેલી તકે નદીના તટ ખાલી કરવા સુચના આપવામાં આવી હતી ડેમના પટમાં વસતા લોકોને વહેલી તકે તેમનો સામાન સલામત સ્થળે ખસેડવા તાકીદ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW