HomeGujaratમચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ બાળકની શોધખોળ માટે રાજકોટ ફાયરની ટીમ પણ જોડાશે...

મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ બાળકની શોધખોળ માટે રાજકોટ ફાયરની ટીમ પણ જોડાશે મોરબી આવવા રવાના

મોરબીના સાદુળકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં લક્ષ્મીનગરગામમાં રહેતા ૭ મિત્રો નહાવા પહોચ્યા હતા જોકે હાલ મચ્છુ 3 ડેમમાંથી પાણી મોટા પાયે છોડવામાં આવ્યું હોવાના કારણે પ્રવાહ તેજ હતો અને આ પ્રવાહમાં નહાતી વખતે ૪ બાળકો કિનારે બેઠા હતા જ જયારે ચિરાગ તેજાભાઈ પરમાર નામનો ૨૦ વર્ષીય યુવક,ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ અને ભંખોડીયા ધર્મેશ ભૂપતભાઈ નામના ૧૬ વર્ષના સગીર મિત્રો પૈકી એક યુવકનો પગ લપસતા પ્રવાહમાં તણાયો હતો જેને બચાવવા અન્ય મિત્રોએ પ્રયાસ કર્યો હતો જોકે પાણીના તેજ પ્રવાહના તણાઈ ગયા હતા અચાનક બનેલી ઘટના બાદ ગભરાયેલ ૪ લોકો ગામમાં પહોચ્યા હતા અને ઘટનાની ગામ લોકોને જાણ કરતા ગામ લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા બન્ને સ્થળ પર પહોચ્યા હતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 4 કલાક બાદ પણ ત્રણ માંથી એક પણ યુવાનનો પત્તો લાગ્યો ન હતો અંતે તંત્ર દ્વારા રાજકોટ ફાયર વિભાગની મદદ લેવાની જરૂર પડતા મોરબી વહિવટી તંત્રએ રાજકોટની ટીમની મદદ માંગતા રાજકોટથી બોટિંગ અને આધુનિક સાધનો સાથે એકલ ટીમ રવાના થઇ ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW