મોરબીના વેપારી યુવાન મીહીરભાઈ ખંધેડીયા નામના યુવાને અમિત એરવાડિયા તેના પિતા દેવાભાઈ અવાડીયા તેમજ દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી ,નયન ઉર્ફે નાનુભાઈ રબારી સામે પોલીસ મથકમાં વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી અને ધમકી આપવા મુદે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ મુદે હવે તેના પિતરાઈભાઈને ફોન પર ધમકી આપી હોવાની ઘટના બની છે મળતી માહિતી મુજબ મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ભાઈચંદભાઈ ખંધડીયા નામના વેપારી યુવાન તેની ઓફિસે હાજર હતો ત્યારે ૮૪૬૦૦૧૧૧૧૧ અમિત દેવાભાઈ અવાડીયા નંબરમાંથી ભાવિનના ૯૦૯૯૨૫૯૯૯૯ પર ફોન આવ્યો હતો.જેંમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે ધાક ધમકી આપવા મુદે તેના પિતરાઈ ભાઈ મિહિરે નોધાવેલી ફરિયાદનો ખાર રાખી ભાવિનભાઈને એકવાર ધમકી આપી હતી અને હવે ગમે ત્યારે ભેગા થાઓ ત્યાએ તમારી તૈયારીમાં રહેજો ભેગા થાય ત્યારે શું થાય તે જોજો તેવી ધમકી આપતા યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

