મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 26 ઓગસ્ટ, 2026ને બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેઇન્ટેનન્સ કામગીરીને પગલે કેરાળા જે.જી.વાય. તથા મહેન્દ્રનગર જે.જી.વાય. ફીડર સવારે 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી બંધ રહેશે.
આ દરમિયાન હરીપર અને કેરાળા ગામ ઉપરાંત સોમનાથ પાર્ક, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, પ્રભુકૃપા સોસાયટી, ભક્તિ ચેમ્બર આસપાસનો વિસ્તાર તેમજ સંબંધિત ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

