HomeGujaratમોરબી જિલ્લામાં 10 પોલીસ અધિકારીઓની બદલી

મોરબી જિલ્લામાં 10 પોલીસ અધિકારીઓની બદલી

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જિલ્લામાં ફરજ બજાવતા 10 પોલીસ અધિકારીઓની બદલી કરી તેમને નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે.

જાહેર કરાયેલા હુકમ અનુસાર એસ.પી. જાડેજાની એલ.આઈ.બી. મોરબીમાંથી એલ.સી.બી. મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે વી.એસ. સિંધવને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાંથી માળિયા (મી.) પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત આર.એસ. પટેલને માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાંથી એલ.આઈ.બી. મોરબી ખાતે તથા કે.કે. દરબારને લીવ રિઝર્વ મોરબીમાંથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આર.ટી. વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે, એચ.વી. ઘેલાની મહિલા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક શાખા મોરબી ખાતે તેમજ ડી.વી. ખરાડીની ટ્રાફિક શાખામાંથી I.U.C.A.W. મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

તે ઉપરાંત એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W. મોરબીમાંથી મહિલા પોલીસ સ્ટેશન, જે.એસ. ગામિતને A.H.T.U. મોરબીમાંથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન તથા પી.આર. સોલંકીને લીવ રિઝર્વ મોરબી (વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન)માંથી A.H.T.U. મોરબી ખાતે નવી ફરજ સોંપવામાં આવી છે.

બદલી અને નિમણૂક પામેલા તમામ પોલીસ અધિકારીઓને તાત્કાલિક પોતાની હાલની ફરજ પરથી છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવા તેમજ નવી ફરજ પર હાજરી અંગે જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW