HomeGujaratપ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો, PASA હેઠળ જેલ હવાલે

પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો, PASA હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અને રાજસ્થાનમાં કરોડો રૂપિયાના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને PASA હેઠળ ડિટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રકાશ મોહનલાલ લોલ (ઉ.વ. 32), રહે. સાંચોર, રમેશ કોલોની, લોલો-કી ઢાણી, તા. સાંચોર, જી. ઝાલોર, રાજસ્થાન વિરુદ્ધ મોરબી એલસીબી દ્વારા PASAની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા આરોપી વિરુદ્ધ PASA વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વોરંટની બજવણી માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી.

પોલીસ ટીમે સાંચોર ખાતે આરોપીના રહેણાંક મકાનેથી તેને ઝડપી મોરબી એલસીબી કચેરી ખાતે લાવ્યો હતો. ત્યારબાદ PASA એક્ટ હેઠળ અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે હવાલે કરવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW