લોકસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ તેમજ રેવન્યુ વિભાગમાં બદલીઓના દૌર શરુ થઇ ગયા છે તાજેતરમાં રાજ્યમાં મોટા પાયે જીએએસ અધિકારીની બદલી થયા બાદ હવે ગૃહ વિભાગ દ્વારા મોટા પાયે બદલી કરવામાં આવી છે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા 529 પોલીસ સબ ઇન્સેપ્કટરની બદલી કરી છે મોરબી જિલ્લામાંથી એક સાથે 4 પીએસ આઈને અલગ અલગ જીલ્લામાં મુકવામાં આવ્યા છે તો 7 પીએસઆઈને મોરબી જીલ્લામાં બદલી પામીને આવ્યા હતા મોરબીમાં નિમણુક પામેલા પી એસ આઈની વાત કરીએ તો મહેશ્વરી વિજયકુમાર ખેતશી,સોધન પેથાભાઈ કરમણ, સેડા પુનસી લાખું, અબળા નઝીર હશેન ઓસમાણ,બારોટ ઉમેશ શંભુલાલને કચ્છ જિલ્લામાંથી જયારે જોગેલા દીપક ધીરજલાલ તેમજ બોરીચા વનિતા ગીરીશકુમાર રાજકોટજિલ્લામાંથી મોરબી બદલી પામીને આવ્યા હતા. મોરબી જિલ્લામાંથી ચાવડા જીતેન્દ્ર કુમાર હીરજી, સોલંકી રાજેન્દ્રસિંહ દશરથસિંહ, માશાકપુત્રા નજરુંદિન જુસબમિયા અને બલોચ મહમદ હુસેનને અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે

