મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 5 ઓગસ્ટથી 11 ઓગસ્ટ 2026 દરમિયાન ફાયર સેફ્ટી અને પ્રિવેન્શનને લઈને વિવિધ કામગીરી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન બે કોમર્શિયલ સ્થળોએ 35 લોકોને આગ નિવારણ અને સલામતી અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફ્ટીમાં ખામીઓ જણાયેલી બિલ્ડિંગોને નોટિસ આપી જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ફાયર પ્રિવેન્શન અંગે જરૂરી માર્ગદર્શન અને ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી.
આ દરમિયાન બે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ મળી હતી, જેને આર.એફ.ઓ. કચેરી ખાતે આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. ફાયર વિભાગનો મુખ્ય હેતુ લોકોને આગથી બચાવના ઉપાયો અંગે જાગૃત કરવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને ઇમરજન્સીની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી દ્વારા જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.
મોરબીમાં આ સમયગાળા દરમિયાન એક ફાયર કોલની ઘટના પણ નોંધાઈ હતી, જેમાં ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચી કામગીરી કરી હતી. કોઈપણ આગ કે ઈમરજન્સીની સ્થિતિમાં મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના (02822) 230050, 101 અથવા 112 નંબર પર સંપર્ક કરી શકો છો.

