HomeGujaratમોરબીના દરબારગઢ વિસ્તારમાં પોલીસનો દરોડો: જુગાર રમતા બે મહિલા સહિત આઠ જુગારીઓ...

મોરબીના દરબારગઢ વિસ્તારમાં પોલીસનો દરોડો: જુગાર રમતા બે મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસની રેડ દરમિયાન બે મહિલાઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કુલ 10 વ્યક્તિઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલી જાની શેરીમાં કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન અમિતભાઈ મોહનભાઈ ગજરા, જયેશભાઈ હમીરભાઈ ખાંભલા, અનિરુદ્ધસિંહ નટુભા ઝાલા, અંજનાબેન હસમુખભાઈ નિમાવત, નયનાબા નરેન્દ્રસિંહ ઝાલા, બાસિદભાઈ રફિકભાઈ સંજાત, વાલજીભાઈ કરસનભાઈ રાંકજા અને જયદીપભાઈ અણદાભાઈ આલને ઝડપી લેવામાં આવ્યા હતા.

આઠેય શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 14,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસની રેડ દરમિયાન ઝરીનાબેન સલીમભાઈ સુમરા અને અલકાબેન સુભાષભાઈ વાઘેલા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાને પગલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પકડાયેલા તેમજ ફરાર આરોપીઓ સહિત કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW