હળવદમાં સોલ્ટ એસોશીએશન પૂર્વ પ્રમુખની ફેક્ટરીમાંથી ટાટા કંપનીની નકલી મીઠાની ૨૦ હજાર ખાલી બેગ પકડાઈ
હળવદ શહેરની જી આઇ ડી સી વિસ્તાર માં આવેલી શિવમ સોલ્ટ નામની ફેકટરીમાં ટાટા કંપનીના ભળતા નામની બ્રાન્ડની બેગ બનાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ટાટા કંપનીના એક્ઝિક્યુટિવ રોહિત કર્ણાવત દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી હળવદ સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઠકકર ની ફેકટરીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ટાટા કંપનીના લોગ અને કલર ડિઝાઇન વાળી ૨૦ હજાર જેટલી બેગ મળી આવતા કંપની દ્વારા શિવમ સોલ્ટ ના સંચાલક ગોપાલ ઠકકર સામે હળવદ પોલીસ મથકમાં કોપીરાઇટ એક્ટ નો ભંગ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી ફરીયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.