HomeGujaratમોરબીના આંદરણા ગામે બંધ મકાનના તાળા તોડી રૂ. 7.36 લાખના સોના-ચાંદીના દાગીના...

મોરબીના આંદરણા ગામે બંધ મકાનના તાળા તોડી રૂ. 7.36 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તેમના રહેણાંક મકાન બંધ હાલતમાં હતું, ત્યારે મોડી રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને તાળું ખોલી ગુપ્ત રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચોરોએ મકાનના બંને રૂમમાં રાખેલા લોખંડના કબાટના તાળા તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ એક ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસ મુજબ ચોરી ગયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 7.36 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરોની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW