બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ બેસતા વર્ષના દિવસે ગામના મંદિરે દર્શન કરીને સગા સબંધીઓને રામ રામ કરીને જતા હતા દરમિયાન ગામના ગામના લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને રામ રામ કરવા ગયા હતા જોકે લાખાભાઈ રામ રામ નથી કરવા તેમ કહેતા તેઓ નીકળી ગયા હતા.બાદમાં તેઓ બાઈકમાં રાણીમાં રુડીમાંની સમાધી એ દર્શન માટે રૈયાભાઈ અને તેમનો દીકરો જતા હતા તે દરમિયાન અચાનક ફાયરીંગનો અવાજ આવતા પિતા-પુત્રએ બચવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ બે રાઉન્ડ ફાયરીંગ કરતા રૈયાભાઈને ગંભીર ઈજા પહોચતા હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આધેડ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલા ગોપાલ ભાઈ અને લાખાભાઈ પૈકી ગોપાલ ભાઈને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે લાખાભાઈ ફરાર હતા દરમિયાન આં ફાયરિંગની ઘટનામાં ઈજા પામેલ રૈયભાઈના સાગાએ લાખા ભાઈ પર જીવલેણ હુમલો કરતા લાખાભાઈને ઈજા પહોંચી હતી જે બાદ તેને પણ સારવાર માં ખસેડાયા હતા જોકે લાખાભાઈને સારવાર કારગત ન નિવડતા તેમનું મોત થયું હતું.આધેડના મોતથી બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં આઇપીસી કલમ 302 નો ઉમેરો કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી