છેલ્લાં દોઢ મહિનાથી વર્લ્ડ ચેમ્પિયન બનવા અલગ અલગ દેશની ક્રિકેટ ટીમ વચ્ચે જંગ જામી હતી. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો તો ભારતે ન્યુઝીલેન્ડને માત આપી ચેમ્પયનશિપના અંતિમ પડાવ માં પહોંચી વિશ્વ વિજેતા બનવા દાવેદારી મજબૂત કરી દીધી છે. આગામી19 મી એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયનલ મેચ રમાવવા જઈ રહી છે.અને આં મેચ પર ભારત સહિત વિશ્વના તમામ દેશોના ક્રિકેટ પ્રેમીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં રેકોર્ડ બ્રેક લોકો મેચ જોવા આવે તેવી પુરે પુરી શક્યતા છે તો નામી અનામી લોકો પણ આ મેચ નિહાળવા આવશે. આ મેચ નિહાળવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝ પણ ખાસ હાજરી આપશે.
અમેરિકન પોપસિંગર દુઆલીપા કલોઝિંગ સેરેમનીમાં આપશે પરફોર્મન્સ
19મી એ યોજાનાર ફાયનલ મેચ બાદ કલોઝીંગ સેરમની યાદગાર બનાવવા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ખુદ અમેરિકન પોપ સિંગર દુઆલીપા પરફોમન્સ આપશે.
ઇન્ડીયન એર ફોર્સ કરશે એર શોનું આયોજન ક્રિકેટ વર્લ્ડ કપની ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનાર ફાઇનલ મેચ જોવા નિહાળવા આવનાર દર્શકો માટે ભારતીય વાયુ સેના દ્વારા એર શો નું આયોજન કરવામાં આવ્યું હતુ
વર્લ્ડ કપ વિજેતા ટીમના તમામ કેપ્ટનને આપ્યું આમંત્રણ
વર્લ્ડ કપની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરમની યાદગાર બનાવવા આઇસીસી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે અગાઉના વર્લ્ડ કપ વિજેતા થયેલ ટીમના તમામ કેપ્ટનને આમંત્રણ આપવામાં આવ્યું છે.