Saturday, January 25, 2025
HomeGujaratગુજરાતમાં રમત ગમતના પ્રોત્સાહન માટે રૂપિયાનો વરસાદ છતાં નેશનલ ગેમ્સમાં મેડલની...

ગુજરાતમાં રમત ગમતના પ્રોત્સાહન માટે રૂપિયાનો વરસાદ છતાં નેશનલ ગેમ્સમાં મેડલની તંગી યથાવત

વર્ષે કરોડો રૂપિયાનું કેન્દ્ર પાસેથી ફંડ મેળવતી રાજ્ય સરકાર ઇન્ફાસ્ટ્રકચર કેમ ડેવલપ નથી કરતી સવાલો ઉઠ્યા ?

ગત 23 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન ગોવા ખાતે 37 મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશના 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ તેમજ 1 સર્વિસ 37 ટીમના 10,000 ખેલાડીઓ તેમાં ભાગ લીધો હતો 18 દિવસ ચાલેલી 37મી નેશનલ ગેમ્સમાં દેશના મોટા ભાગના રાજ્યોનું પ્રદર્શન ગત નેશનલ ગેમ્સ કરતા સારું રહ્યું હતું. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રએ તો 80 ગોલ્ડ,69 સિલ્વર, 79 બ્રોન્ઝ મળી કુલ 228 મેડલ સાથે સૌથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમે રહ્યું હતું. બીજી તરફ ગુજરાતનું પ્રદર્શન સુધરવાના બદલે અગાઉની નેશનલ ગેમ્સ કરતા પણ ખરાબ રહ્યું હતું. ગુજરાતમાંથી 337 રમતવીરોએ 43 રમતમાં ભાગ લીધો હતો. જેમાંથી તેમને માત્ર 15 ગેમ્સમાં જ મેડલ મળ્યા હતા. મેડલની સંખ્યા જોઈએ તો 8 ગોલ્ડ, 2 સિલ્વર, 21 બ્રોન્ઝ સાથે માત્ર 31 મેડલ લાવી શક્યા હતા અને દેશમાં મેડલ ટેબલમાં ટોપ 10 તો દુર છેક 17માં ક્રમે ધકેલાયું હતું. ગુજરાતની વસ્તી અને વિસ્તારમાં નાના ગણાતા મણીપુરના રમતવીરોએ 30 ગોલ્ડ, 22 સિલ્વર, 30 બ્રોન્ઝ મેળવી નેશનલ લેવલે 7 મો ક્ર્રમ મેળવ્યો હતો

ગુજરાત જેવા આર્થિક રીતે સધ્ધર રાજ્યમાં રમત ગમત ક્ષેત્રમાં વાતાવરણ ઉભું કરી શક્યું નથી તેમજ હાલ જે ખેલાડીઓ અલગ અલગ રમત ગમત સાથે જોડાયેલ છે તેવા ખેલાડીઓને પુરતું પ્રોત્સાહન મળતું ન હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં 2010થી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે અને તેમાં શાળાકક્ષાથી લઇ રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા યોજાય છે તેમ છતાં આ સ્પર્ધા નેશનલ ગેમ્સ માં મેડલ ટેબલ વધારી શક્યું નથી.

સૌથી ચિંતાજનક વાત તો એ છે કે કેન્દ્ર સરકાર દ્દવારા ખેલો ઇન્ડિયા સ્કીમ અંતર્ગત રૂ 608 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી જોકે આ રકમનો ક્યાં કેવી રીતે ઉપયોગ થયો તે એક સવાલ છે કારણે કે રાજ્યના મોટા ભાગના જીલ્લાની શાળાઓમાં રમત ગમતના સાધનો મળી શકતા નથી કે પછી શાળા કે કોલેજ કક્ષા સ્પોર્ટ્સ ટીચર જ ઉપલબ્ધ નથી જેના કારણે રાજ્યના બાળકોમાં રમત ગમતનું કલ્ચર જ ડેવલપ થઇ શકતું નથી. તેમજ જે બાળકો રમત ગમતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે યોગ્ય વાતાવરણ મળી શકતું નથી.

2022 ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન રરહ્યું હતું 2022ના નેશનલ ગેમ્સમાં 13 ગોલ્ડ 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેળવ્યા હતા જોકે આ પ્રદર્શન માત્ર એક જ વર્ષના સમયમાં જાળવી શક્યા નથી ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન બાદ તેના અનુભવ આધારે ગુજરાત પાસે પ્રદર્શન સુધારો કરવાની તક હતી જોકે આ તકનો ગુજરાતની ટીમ ફાયદો મેળવી શકી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW