HomeGujaratમોરબીના મચ્છુ ડેમ ખાલી કરી જનતા પર પાણીની અનિયમિતતા થવાની શક્યતા વ્યક્ત...

મોરબીના મચ્છુ ડેમ ખાલી કરી જનતા પર પાણીની અનિયમિતતા થવાની શક્યતા વ્યક્ત કરી 

કાળઝાળ ઉનાળામાં પ્રજાજનોને પાણી બગાડ ન કરવા છ તે પાણી વલખા મારવાની નોબત આવતા જનતાએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો 

મોરબીની જીવાદારી સમાન મચ્છુ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે બે દિવસથી ડેમ ખાલી કરવાની કામગીરી શરૂ કરાઇ છે.તંત્ર દ્વારા  જે તે સમયે પીવાના પાણીનો પૂરતો સ્ટોક રાખવામાં આવશે અને નર્મદા માંથી પણ દરરોજ ની જરૂરિયાત મુજબનું પાણી મળશે તેવો દાવો કરાયો હતો.જોકે આ દાવો કેટલો સાચો પડશે તે આગામી દિવસોમાં સામે આવશે જોકે આ પૂર્વે મોરબી નગરપાલિકાએ પાણી વિતરણ અનિયમિત થવાની શક્યતા વ્યક્ત કરતી જાહેરાત કરતા જાણે તંત્ર હજુ ડેમ ખાલી થાય તે પહેલાં પાણીમાં બેસી ગયું હોય તેવું નિવેદન જાહેર કર્યું હતું. ડેમમાં પાણી ઓછું બચતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. એ પણ કાળઝાળ ગરમીમાં લોકોને હવે પાણીના એક એક બુંદ માટે તરસવું પડશે. જેમાં નગરપાલિકાએ હવે જનતાને જાહેર જોગ નિવેદન કરીને પાણીની અનિયમિતતાનો ડામ આપ્યો છે.

 મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પડતા મચ્છુ ડેમ એટલે સૌની યોજના સાથે સંકળાયેલો મધર ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમમાં રહેલું પાણી ખાલી કરવામાં આવ્યું છે. એટલે મોરબી શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સંભાવના છે. મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ ડેમમાંથી આપવામાં આવતા પાણી ઘટાડો કરવામાં આવશે. જો કે હાલ ઉનાળાની પરિસ્થિતિને લઈને પ્રજાજનોને પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. પણ પાણી ઓછું આવે તો રોષ વ્યક્ત કરવાની બદલે સહકાર આપવાની તંત્રએ અપેક્ષા વ્યક્ત કરી છે. મોરબી નગરપાલિકાની સતાવાર જાહેર કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW