HomeGujaratમોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન અમરેલી ગામની સીમમાં જૂની આર.ટી.ઓ. કચેરી સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે મહેબૂબશાહ બાપુશાહ શાહમદાર, અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ ખોખર, આશીફભાઈ કરીમભાઈ પઠાણ, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર, સોકતભાઈ વલીભાઈ બાંભણીયા અને ઇસ્માઈલભાઈ અલારખાભાઈ ચાનીયાને ઝડપી લીધા હતા.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 24,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ઝડપાયેલા તમામ સાત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW