HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ઘુટું ગામની સીમમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના ઘુંટુ ગામની સીમમાં અંબાણી કારખાના સામે દારૂ સાથે જગદીશભાઇ ઉગાભાઇ ગુજરડીયા ને પોલીસે પકડી લીધો હતો.
તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.180 નો મુદામાલ પોલીસે જપ્ત કરી લીધો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2)મોરબીના ત્રાજપર ગામ પાસે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના જગદીશભાઇ ઉગાભાઇ ગુજરડીયા ત્રાજપર ગામે રહેતા હતા.તે યુવક ગઈકાલે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા આપઘાત કર્યો હતો.તે યુવકના ભાઈ સાગરભાઇ લાલજીભાઇ એ તેને પીએમ માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ડો. એચ.એમ. કૈલા એ આ બનવાની જાણ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

(3)વાંકાનેરના વિશીપરા પાસે ઝેરી પદાર્થ પી લેતા એકનું મોત

વાંકાનેરના વિશીપરા પાસે રહેતા રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા એ સોરાષ્ટ્ પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વિશીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર જેરી પદાર્થ પી લીધું હતું.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. જાવેદ એ આ બનવાની જાણ વાંકાનેર પોલીસને કરતા પોલીસે તપાસ ની તજવીજ હાથ ધરી હતી.

(4)હળવદના રેલ્વે સ્ટેશનના પાટા પર ટ્રેઈન નીચે અવી જતા મોત નીપજ્યું

હળવદના આનંદ બંગ્લોઝ પાસે રહેતા ભૌમીક અલ્પેશભાઇ પટેલ એ માર્કેટિંગ યાર્ડ સામે પસાર થતી રેલ્વેસ્ટેશનના પાટા પર કોઈ અગમ્ય કારણસર પડી જતા આત્મહત્યા કરી હતી.ત્યાં ઘટના સ્થળે હાજર સંદીપભાઇ પ્રવિણભાઇ રાછડીયા એ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ કરી હતી.

(5)વાંકાનેરના રાજપીપળા ગામ પાસે રિક્ષાચાલકે બાઈક સવાર ને હડફેટે લેતા ઈજા

વાંકાનેરના રાજપીપળીયા ગામ પાસે ઇરફાનભાઇ રાજેભાઇ સેરસીયા (સ્વરાજ ડેરી) વાળાના ખેતર પાસે રોડ પર જીજે-03-ડબ્લ્યુ-1392 નંબરની રિક્ષાના ચાલક રિક્ષા પુરઝડપે ચલાવતો હતો.ત્યારે ત્યાંથી બાઈક સવાર પસાર થતા તેનું જીજે-03-સીએચ-1587 પ્લેઝર બાઈક ને હડફેટે લેતા બાઈકમાં સવાર મકબુલહુશેન મામદભાઇ શેરસીયા ને માથામાં તથા જમણી આંખમાં તથા જમણા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે મકબુલહુશેને આરોપી રિક્ષાચાલક વિરુધ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી તે રિક્ષા ચાલકની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW