Monday, October 7, 2024
HomeGujaratસુપરસ્ટાર કાર્તિક આર્યન ‘Sony Sports Network' પર ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓનબોર્ડ...

સુપરસ્ટાર કાર્તિક આર્યન ‘Sony Sports Network’ પર ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓનબોર્ડ થયા

ભારતમાં ફૂટબોલ માટેના પ્રીમિયર ડેસ્ટિનેશન એવા Sony Sports Networkએ બોલીવુડના Gen Z સુપરસ્ટાર અને યુથ આઇકન –કાર્તિક આર્યન સાથે હાથ મિલાવ્યા છે. કાર્તિક ફૂટબોલના ડાઇ-હાર્ડ ચાહક તરીકે ઓળખાય છે, તે હવે ફૂટબોલ માટે તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. Sony Sports Network સાથેની તેની પાર્ટનરશિપ દરમિયાન કાર્તિક સમગ્ર વર્ષ દરમિયાન Sony Sports Network પર માર્કી ફૂટબોલ ટુર્નામેન્ટ અને લીગ જેમાં UEFA EURO 2024, UEFA ચેમ્પિયન્સ લીગ, યુરોપાલીગ, UEFA કોન્ફરન્સલીગ, UEFA નેશન્સલીગ, બન્ડસલીગા, અમીરાત FA કપ, ડયૂરંડકપ અને રોશન સાઉદી લીગ સહિતનીલીગની 900 થી વધુ મેચ સાથે લાઇવ ફૂટબોલ એક્શનને પ્રોત્સાહિત કરતા જોવા મળશે.

કાર્તિક આર્યન જેમણે રૂપેરી પડદા પર અદભુત પ્રદર્શન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે, તે ફૂટબોલની રમત પ્રત્યે પોતાના ઉત્સાહ અને ચાહના માટે પણ જાણીતા છે. રમત પ્રત્યેનો તેનો પ્રેમ નાની ઉંમરે શરૂ થયો હતો અને તે રિયલમેડ્રિડનો સમર્પિત ચાહક છે જે UEFA ચેમ્પિયન્સ લીગના ઇતિહાસમાં સૌથી સફળ ક્લબ છે.
Sony Pictures Networks India સ્પોર્ટ્સ બિઝનેસ સેક્ટરના ચીફ રેવન્યુ ઓફિસર ડિસ્ટ્રિબ્યુશન અને ઇન્ટરનેશનલ બિઝનેસ અને હેડ રાજેશ કૌલે જણાવ્યું હતું કે “Sony Sports Network પર કાર્તિક આર્યનને ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરતાં અમને ઘણો આનંદ થાય છે. કાર્તિક રૂપેરી પડદા પરનો ખરો સ્ટાર છે અને ફૂટબોલ માટેનો જુસ્સાદાર અવાજ છે જે પ્રેક્ષકોને ખૂબ સારી રીતે ગુંજતો કરે છે. ફૂટબોલની તકોમાંના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયો માટે, જેમાં 900 થી વધુ ફૂટબોલ મેચના લાઇવ ટેલિકાસ્ટનો સમાવેશ થાય છે અને Sony Sports Network ને ફૂટબોલના પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે સ્થાન આપે છે તે માટે અમે કાર્તિક આર્યન દ્વારા ભારતીય યુવાનો સાથે જોડાવા અને અમારા સતત વધતા ફૂટબોલ દર્શકો સાથે ગાઢ જોડાણ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,386FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW