HomeGujaratવાંકાનેરમાં ચોર સમજી યુવકની હત્યા કરનાર 7 શખ્સની ધરપકડ

વાંકાનેરમાં ચોર સમજી યુવકની હત્યા કરનાર 7 શખ્સની ધરપકડ

વાંકાનેર શહેરના જુના લુણસરિયા રોડથી વીસીપરા રોડ ખાતે આવેલ ધમલપર ગામની સીમમાં એક અજાણ્યા યુવકને ઢોર માર મારી અર્ધ બેભાન હાલતમાં છોડી દેવાયો હતો જે બાદ યુવકને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જે બાદ પોલીસે યુવકની ઓળખ મેળવવા પ્રયાસ કરતા મૃતકમુ નામ કાર્તિક સિંગ રુહ્યા સિંગ ઓડીસાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું જોકે મૃતકની કોણે અને ક્યા કારણસર હત્યા કરી તે અંગે કારણ સામે આવ્યું ન હતું જેથી વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હત્યાનો ગુન્હો ઉકેલવા મૃતક હાલ કયા રહેતો હતો અને શું વ્યવસાય કરતો હતો તે અંગે તપાસ શરુ કરી હતી.

દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટીલીજન્સ અને ટેકનીકલ સેલની મદદથી તપાસ કરતા સામે આવ્યું હતું કે આ યુવક ઢુવા માટેલ રોડ પર આવેલ બ્રાવટ સિરામિક નામની ફેક્ટરીમાંથી ગુમ થયો હતો જેથી પોલીસે આ દિશામાં તપાસ કર હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાંકાનેર આસપાસ કેટલાક શખ્સ દ્વારા એક અજાણ્યા યુવકને ઢોર માર મારવામ આવ્યો હોય જેથી પોલીસે આ બાબતે હ્યુમન ઈન્ટેલીજન્સ મદદથી તપાસ કરતા આજ મૃતક યુવકને માર મારવામાં આવતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઈ હાલા, સચિન ઉર્ફે ચચ્ચો રસિકભાઈ ગોહિલ ,પારસ ઉર્ફે ભજી ભરતભાઈ મકવાણા અમન અબ્દુલભાઈ આંબલીયા યુવરાજ સિંહ કપૂરજી પરમાર મોહસીન કાસમભાઈ અજમેરી મ્તેમ્જ મકસુદ ઉર્ફે મખ્ખી કાશમશા શાહમદારને ઝડપી લીધા હતા.તમામ આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે આ શખ્યુસ મોડી રાત્વરીના તેમના વિસ્કતારમાં આંટાફેરા કરતો હોય જેથી તેમના વીસ્નેતારમ ચોરીના ઈરાદે આવ્યા હોવાની અમને આશંકા હતી જેથી તેને માર માર્યો હતો જેમાં તેનું મોત થયું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW