મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા લાયન્સનગરમાં આવેલ ચારબાયું માતાજી મંદિર સામે એક શંકાસ્પદ ઘઉં અને ચોખાના બોરીના જથ્થા પડ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીએસ આઈ આર એન ભટ્ટ અને તેની ટીમ દોડી ગઈ હતી સ્થળ પર 125 બોરી ઘઉં અને 175 ચોખાની બોરી મળી આવી જે બાદ ત્યાં બે શખ્સ મળી આવતા તેમની પાસે બીલ પુરાવા માગવામાં આવ્યા હતા જોકે તેમની પાસે કોઈ બીલ ન મળી આવતા પોલીસે રૂ 15.34 લાખ મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી મુજબ મોરબીએ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મોરબી નજીક આવેલ ના લાયન્સ નગર વિસ્તારમાં ચારબાયું માતાજી મંદિર પાસે એક કેટલાક શખ્સ ગેરકાયદેસર રીતે ભેગા કરેલા ઘઉં અને ચોખાનો જથ્થાના બાચકા સાથે હોય અને તેનું ગેર કાયદે વેચાણ કરી કાળા બજારી કરતા હોય આ બાતમી આધારે એ ડીવીઝન પી એસ આઈ આર એન ભટ્ટ તેમજ સ્ટાફના મહિપાલસિંહ વાળા,ભાવેશભાઈ તેમજ ભાવિનભાઈ સ્થળ પર દોડી ગયા હતા સ્થળ પર તપાસ કરતા લાલજી ઉફે હરેશ સુરેશ દેલવાણીયા અને જેશા ગગજી વીકાણી મળી આવ્યા હતા અને ત્યાં રહેલી એક બોલેરોમાં 40 બોરી મળી આવી હતી જેમાં 18 બોરી ચોખા અને 12 બોરી ઘઉં મળી આવ્યા હતા જેના બીલ માંગતા તેના બીલ કે કોઈ બીજા આધાર પુરાવા ન હોવાથી તેની પૂછ પરછ કરતા કોઈ જવાબ આપી શક્યા ન હતા. જેથી આ જથ્થો શંકાસ્પદ લાગતા પોલીસે વધુ તપાસ કરતા એક ટ્રક મળી આવ્યો હતો. અને આ ટ્રકની ૨૫ બોરી ચોખા મળી આવી હતી આ ઉપરાંત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા જાહેરમાં બાવળ નીચેથી 175 બોરી ચોખ્ખાનો જથ્થો તેમજ 172 બોરી ઘઉંનો જ્થ્થો મળી આવ્યો હતો આ તમામ જથ્થો આમ અલગ અલગ જગ્યાએ તપાસ કરતા કુલ 193 બોરી એટલે કે રૂ 131240નો 7720 કિલો ચોખ્ખા, તેમજ 1,03,200 172 બોરીનો જથ્થો મળી આવ્યો હતો. ર તમામ બોરીનો આરોપી પાસે હિસાબ ન મળી આવતા અંતે પોલીસે ઘઉં અને ચોખા ઉપરાંતન ન એક ટ્રક અને બોલેરો સહીત 15.34 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

