મોરબી: અનુભવી ઉમેદવારો માટે કારકિર્દીની નવી તક મળી છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ગુજરાતી માધ્યમના બિન-શૈક્ષણિક વિભાગમાં CEO, પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઈઝર, કોલેજ એકેડમિક હેડ, ક્લાર્ક, સોફ્ટવેર એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 18 થી 45 વર્ષની વયમર્યાદા ધરાવતા અનુભવી ઉમેદવારોને અરજી કરવા જણાવાયું છે. ખાસ વાત એ છે કે, પસંદગી પામનાર ઉમેદવારોને ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત રહેવા અને જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવશે.
સંસ્થા દ્વારા CEO પદ માટે KGથી PG સુધીના વિવિધ યુનિટના સંચાલન અને મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે. જ્યારે Principal, Vice Principal અને Coordinator માટે ધોરણ 1થી 12 સુધીના શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટનો અનુભવ જરૂરી ગણાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોલેજ એકેડમિક હેડ, ક્લાર્ક અને સોફ્ટવેર એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ માટે પણ અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે. ઓફિસ આસિસ્ટન્ટ તથા વોર્ડન/ગૃહમાતા કમ ટીચર પદ માટે માત્ર મહિલા ઉમેદવારોને અરજી કરવા જણાવાયું છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાની અરજી અથવા બાયોડેટા વોટ્સએપ મારફતે 98250 72496 નંબર પર મોકલવા જણાવાયું છે.

